વડાપ્રધાન નરેન્દ્ર મોદી આઠ એપ્રિલના રોજ ચેન્નાઈ પ્રવાસે જશે જ્યાં વડાપ્રધાન ચેન્નાઈ એરપોર્ટના ટર્મિનલ-2 બિલ્ડીંગનું બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે.નવા ઇન્ટિગ્રેટેડ ટર્મિનલ-2 ટર્મિનલ બિલ્ડિંગના પ્રથમ તબક્કામાં રૂ. 1,260 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. એરપોર્ટનું વિસ્તરણ ભવિષ્યને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે, જ્યાંઆગામી સમયમાં મુસાફરોની સંખ્યામાં મોટો વધારો થવાનો છે. ચેન્નાઈ એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગમાં 108 ઈમિગ્રેશન કાઉન્ટર, 80 ચેક-ઈન કાઉન્ટર, આઠ સેલ્ફ-ચેક-ઈન સ્ટેશન અને છ સેલ્ફ-બેગેજ ડ્રોપ કાઉન્ટરહશે. તેની કુલ ફ્લોર સ્પેસ 2.2 લાખ ચોરસ મીટર હશે.