પાકિસ્તાનમાં નવું સંકટ

0
244

પાકિસ્તાન સરકારે હવે નવા નિયંત્રણો લાદવાનું શરૂ કર્યું છે. ખાસ કરીને પેટ્રોલિયમ તેલ અને ગેસ સંબંધિત ઘણા નિયંત્રણો લાદવામાં આવ્યા છે. પાકિસ્તાનના પેટ્રોલિયમ રાજ્ય મંત્રી મુસાદિક મલિકે કહ્યું કે હવે સરકાર 24 કલાક ગેસ સપ્લાય કરી શકશે નહીં. તેમણે કહ્યું કે પાકિસ્તાન કુદરતી ગેસ પર ખૂબ જ નિર્ભરતા ધરાવે છે. રમઝાન નિમિત્તે લોકોની માંગ વધી છે. પાકિસ્તાનમાં વધતી માંગ અને અપૂરતા પુરવઠાને કારણે ઘણા વિસ્તારોમાં ગેસની અછત છે. મંત્રી મુસાદિક મલિકે ગેસ બિલને લઈને નવો નિયમ પણ જારી કર્યો છે.. મંત્રીએ કહ્યું કે, હવે અમીર અને ગરીબોના ગેસ બિલ પણ અલગ કરી દેવામાં આવ્યા છે. અમીરોએ હવે ગેસ માટે વધુ પૈસા ચૂકવવા પડશે.