શું પૃથ્વી પાસે હશે આર્ટિફિશિયલ સૂર્ય ?

0
434

હાલમાં સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગની અસર જોવા મળી રહી છે અત્યારે એપ્રિલ મહિનાની શરૂઆત થઈ ગઈ છે છતાં હાલમાં દેશના અનેક રાજ્યોમાં ક્મોસમી વરસાદ વરસી રહ્યો છે. આ તમામ કારણોસર પૃથ્વીનું તાપમાન દર દસ વર્ષે ૦.૨ ડિગ્રી સેલીસ્ય્સના દરે વધી રહ્યું છે જેનાથી બચવા માટે ચીને પોતાનો કુત્રિમ સૂર્ય બનાવ્યા હોવાનો દાવો કર્યો છે. વૈજ્ઞાનિકોના મતે સૂર્યમાં હાજર હાઈડ્રોજન ગેસ ખતમ થશે તેમ સૂર્યમાં રહેલા ન્યુક્લિયર ફ્યુઝનની પ્રક્રિયા ધીમી પડી જશે. પરિણામે સૂર્યનું કદ અને તેનું તાપમાન બંનેમાં વધારો થશે જેને રેડ જાયન્ટ સ્ટેજ કહેવામાં આવે છે. જેના પગલે ભવિષ્યમાં અત્યંત ગરમ અને ઝેરી ગેસના કારણે માનવી માટે પૃથ્વી પર રહેવું મુશ્કેલ બનશે.જો કે, સૂર્યને આ તબક્કે પહોંચવામાં પાંચ અબજ વર્ષ જેટલો સમય લાગી શકે છે. તેનાથી બચવા માટે ઉર્જાનાં અન્ય સ્ત્રોતોની પણ મદદ લેવામાં આવી રહી છે. આ માટે ચીન સૂર્ય બનાવવા માટે ન્યુક્લિયર ફ્યુઝનની મદદ પણ લઈ રહ્યું છે. ભારત સહિત અન્ય 35 દેશોની મદદથી ફ્રાન્સમાં આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે.