જીરાના ભાવ ફરી રૂ. 37,000 પર પહોંચ્યા

    0
    415

    મોંઘવારીતો ફૂલ ઝડપે આગળ વધી રહી છે…મસાલા પાક જીરાનાં ભાવમાં કેટલાંક સમય પૂરતાં વિરામ પછી ફરીથી ભાવમાં તેજી જોવા મળી છે.દેશમાં જીરું ઉત્પાદન કરતાં બે મોટા પ્રદેશ ગુજરાત અને રાજસ્થાનના કેટલાં વિસ્તારોમાં કમોસમી વરસાદને લઈ પાકને લઈ નવેસરથી ચિંતા ઊભી થઈ છે.જીરાના પ્રતિ ક્વિન્ટલ ભાવ રૂપિયા 3600૦ સુધી પહોંચી ગયા છે.. રાજસ્થાનમાં જીરું પકવતાં વિસ્તારો જેવાકે અલવર, જેસલમેર, બિકાનેર, જયપુર, ભિલવારા અને બારમેડ જિલ્લાઓમાં ફરીથી કમોસમી વરસાદ નોંધાયો છે. જેને કારણે પાકની સ્થિતિને લઈ ચિંતા ઊભી થઈ છે. બીજી તરફ ગુજરાતના ઊંઝામાં જીરાનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય છે ત્યારે ઊંઝામાં 22-25 જેટલી બોરીની આવક જોવા મળી છે…