શુ પંજાબમાં થવા જઇ રહી છે નવા જુની ! 14 એપ્રિલ સુધી પોલીસની રજા કેન્સલ

0
316

પંજાબમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ અચાનક રદ કરવામાં આવી છે. ડીજીપી ઓફિસ તરફથી આ અંગે આદેશ જારી કરવામાં આવ્યો છે. ડીજીપી કચેરી તરફથી રાજ્યની તમામ પોલીસ કચેરીઓને મોકલવામાં આવેલા સંદેશામાં તમામ ગેઝેટેડ અને નોન-ગેઝેટેડ અધિકારીઓની 14 એપ્રિલ સુધીની રજાઓ રદ કરવામાં આવી છે.. આ સાથે અગાઉ મંજૂર કરાયેલી તમામ રજાઓ પણ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે.