આર્મી, નેવી, એરફોર્સ અને કોસ્ટ ગાર્ડ એકસાથે કરી લશ્કરી કવાયત

0
372

આંદામાન અને નિકોબાર કમાન્ડે યોજી સંયુક્ત કવાયત

આંદામાન અને નિકોબાર કમાન્ડે 5 એપ્રિલના રોજ આર્મી, નેવી, એરફોર્સ અને કોસ્ટ ગાર્ડ સાથે મળીને મોટા પાયે સંયુક્ત લશ્કરી કવાયત કવચ હાથ ધરી હતી. આ સંયુક્ત સૈન્ય કવાયતનો ઉદ્દેશ્ય સંયુક્ત યુદ્ધ લડવાની ક્ષમતાઓ અને ઓપરેશનલ સિનર્જીને વ્યવસ્થિત કરવાનો છે. આંદામાન નિકોબાર કમાન્ડ એ જણાવ્યું હતું કે સંયુક્ત દળો  અને વિશેષ દળોનો સમાવેશ કરતી બહુ-ડોમેન કવાયત હાથ ધરી હતી.