ભાજપના સ્થાપના દિવસ પર PM મોદીનું સંબોધન

    0
    145

    ભારતીય જનતા પાર્ટી આજે તેનો 44મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. 1980માં આ દિવસે ભાજપની રચના થઈ હતી. પહેલા તેનું નામ જનસંઘ હતું જે 1977માં જનતા પાર્ટીમાં ભળી ગયું હતું.  પીએમ મોદીએ બીજેપી હેડક્વાર્ટરથી પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કર્યાં હતાં.લડાપ્રધાને તેમના સંબોધનમાં કહ્યું કે, “હું એ મહાન વ્યક્તિત્વોને મારું મસ્તક નમન કરું છું જેમણે આ પાર્ટીને બનાવવા અને વધારવા માટે પોતાનું લોહી આપ્યું.”વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે આપણે દરેક ખૂણે હનુમાનજીની જન્મજયંતિની ઉજવણી કરી રહ્યા છીએ, તેમનું જીવન અને મહત્વપૂર્ણ ઘટનાઓ આજે પણ ભારતની વિકાસ યાત્રામાં આપણને પ્રેરણા આપે છે. હનુમાનજીમાં અપાર શક્તિ છે, પરંતુ તેઓ આ શક્તિઓનો ઉપયોગ ત્યારે જ કરી શકે છે જ્યારે તેમની આત્મશંકાનો અંત આવે. 2014 પહેલા ભારતમાં પણ આવી જ સ્થિતિ હતી.