પેપર લીક કેસમાં પોલીસે કરી ધરપકડ
SSC હિન્દી પરીક્ષાનું પેપર લીક થવાના મામલે તેલંગાણા બીજેપીના અધ્યક્ષ અને સાંસદ બંદી સંજય કુમારની ધરપકડ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજ્યની મુલાકાત પહેલા કરીમનગર સ્થિત તેમના નિવાસસ્થાનેથી અટકાયત કરવામાં આવ્યાના કલાકો બાદ આ વિકાસ થયો છે. ભાજપના કાર્યકરોએ વિરોધ શરૂ કર્યો છે.હિન્દી પરીક્ષા માટે એસએસસી (સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ) પ્રશ્નપત્ર 4 એપ્રિલ, મંગળવારના રોજ વારંગલમાં પરીક્ષા શરૂ થયાની થોડી મિનિટોમાં કથિત રીતે લીક થઈ ગયું હતું. એક દિવસ પહેલા 3 એપ્રિલના રોજ, અન્ય SSC વિષયનું પેપર પણ કથિત રીતે લીક થયું હતું. પોલિસની માનીએ તો પરીક્ષા શરૂ થયા બાદ હિન્દીનું પેપર લીક થયું હતું અને તેની તસવીરો ભૂતપૂર્વ પત્રકાર અને બીજેપી કાર્યકર બુરામ પ્રશાંત દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. આ કેસના મુખ્ય આરોપીના ભાજપ સાથે કનેક્શન હોવાના કારણે પોલીસે બંદીવાન સંજયને કસ્ટડીમાં લીધો છે.