HomeDeshદેશમાં સ્વતંત્ર મિડીયાની જરુર - સુપ્રિમકોર્ટ

દેશમાં સ્વતંત્ર મિડીયાની જરુર – સુપ્રિમકોર્ટ

હવામા રાષ્ટ્રિય સુરક્ષાની વાત ન કરે સરકાર- સુપ્રિમકોર્ટ

સુપ્રીમ કોર્ટે મીડિયા વન ચેનલ પરનો પ્રતિબંધ હટાવી દીધો છે. આ સાથે જ સરકારને પણ ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે બુધવારના રોજ કેસની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે દેશમાં સ્વતંત્ર મીડિયા જરૂરી છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે સરકારની નીતિઓ વિરુદ્ધ ચેનલના ટીકાત્મક વિચારોને રાષ્ટ્ર વિરોધી કહી શકાય નહીં કારણ કે મજબૂત લોકશાહી માટે સ્વતંત્ર પ્રેસ જરૂરી છે.  ખાસ વાત તો એ છે કે અગાઉ કેરળ હાઈકોર્ટ દ્વારા કેન્દ્ર સરકારના નિર્ણયને યથાવત રાખવામાં આવ્યો હતો. સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા ચેનલના લાયસન્સને રિન્યુ કરવાનો ઈનકાર કરતા આદેશ જારી કરવામાં આવ્યો હતો. આ અંગે કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય સુરક્ષાને ટાંકવામાં આવી હતી. હવે સુપ્રીમ કોર્ટે તથ્યો વિના ‘હવામાં’ રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત દાવાઓ કરવા બદલ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે.મુખ્ય ન્યાયાધીશ (CJI) ડી.વાય.ચંદ્રચૂડના આગેવાની હેઠળની બેન્ચે સુરક્ષાના આધારે ‘મીડિયાવન’ના પ્રસારણ પર પ્રતિબંધ મૂકવાના કેન્દ્રના નિર્ણયને યથાવત રાખતા કેરળ હાઈકોર્ટના આદેશને ફગાવી દીધો હતો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments