રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી

    0
    257

    હવામાન વિભાગે જણાવ્યું છે કે, વધુ એક વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. જેના કારણે 5 અને 6 એપ્રિલના ઉતર ગુજરાત અને કચ્છના વિસ્તારમાં માવઠુ થવાની શક્યતા છે.ગુજરાતના વિવિધ વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. અમદાવાદ સહિત અનેક વિસ્તારમાં વાદળો ઘેરાયા હતા. જોકે હજી આગામી બે દિવસ દરમિયાન કમોસમી વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. બુધવારના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ અને કચ્છમાં માવઠું પડવાના હવનામાન ખાતા દ્વારા સંકેતો આપવામાં આવ્યાં છે. આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છમાં હળવો વરસાદ પડવાની આગાહી કરાઇ છે. જ્યારે ત્રણ દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થાય તેવી સંભાવના છે.