અમેરિકાએ ચીનના નામ બદવાના પ્રયાસોનો કર્યો વિરોધ

0
177

ચીને ભારતના અરુણાચલ પ્રદેશના 11 સ્થળોના નામ બદલવાનો પ્રયાસ કર્યો છે. આ અંગે અમેરિકાએ આકરી પ્રતિક્રિયા આપી છે. વ્હાઇટ હાઉસે મંગળવારે જણાવ્યું હતું કે, અરુણાચલ પ્રદેશના ભારતીય ક્ષેત્ર પર દાવો કરવાના ચીનના પ્રયાસોનો અમેરિકા “સખત વિરોધ” કરે છે. ચીન દ્વારા આપણા અને ભારતીય ક્ષેત્ર પર દાવો કરવાનો આ બીજો પ્રયાસ છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કરીન જીન-પિયરે કહ્યું કે આ એવી વસ્તુ છે જેના પર અંમે લાંબા સમયથી કાયમ  છીએ. યુ.એસ.નું નિવેદન ચીનના નાગરિક બાબતોના મંત્રાલય દ્વારા અરુણાચલ પ્રદેશના 11 સ્થાનોના નામોને પ્રમાણિત કર્યા પછી આવ્યું છે, જેને તે તિબેટના દક્ષિણી ભાગ જંગનાન તરીકે ઓળખે છે. ભારત અને ચીન વચ્ચે વર્ષોથી સરહદ વિવાદ ચાલી રહ્યો છે. ભારતના ઘણા એવા વિસ્તારો છે જેના પર ચીન પોતાનો દાવો કરે છે. આમાંનું એક અરુણાચલ પ્રદેશ છે, જે ભારતનું 24મું રાજ્ય છે અને ભૌગોલિક રીતે ઉત્તરપૂર્વીય રાજ્યોમાં સૌથી મોટું રાજ્ય છે. ચીન ઘણા વર્ષોથી આની પાછળ પડ્યો  છે