નાણાકીય વર્ષ ૨૦૨૪ ભારતનો GDP દર 6.3 ટકા રહેશે : વિશ્વ બેંક
વર્લ્ડ બેંકે ભારતને લઈને એક રીપોર્ટ જાહેર કર્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે, “નાણાકીય વર્ષ 2024માં ભારતનો જીડીપી ઘટીને 6.3 ટકા રહેશે. વર્લ્ડ બેંક મુજબ, ખપતમાં ધીમી વૃદ્ધિ અને પડકારજનક વૈશ્વિક પરિબળોના કારણે વિકાસદર અવરોધાશે તેવી શક્યતા છે. આ રીપોર્ટ મુજબ લોન મોંઘી થતા અને આવકમાં ધીમી વૃદ્ધિથી અંગત વપરાશની વૃદ્ધિ પર અસર થશે. ઉપરાંત સરકારી ખપતમાં પણ ધીમી વૃદ્ધિનું અનુમાન છે. રિપોર્ટમાં ચાલુ ખાતાની ખોટ નાણાકીય વર્ષ 2024માં ઘટીને 2.1 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કરાયું છે, જે ગત નાણાકીય વર્ષમાં ૩ ટકા હતી.