11 મહિનામાં મુંબઈ એરપોર્ટ પરથી 360 કરોડથી વધારે કિંમતનું સોનું ઝડપાયું

    0
    169

    સોનાની કિંતમાં સતત વધારો થઈ રહ્યો છે.સોનાની કિંમતમાં વધારો થવાની સાથે સોનાની દાણચોરીમાં પણ વધારો થયો છે.બાહારતી લાવાવમાં આવતા સોના પર ટેક્સ લાગે છે.ટેક્સ બચાવવા માટે લોકો સોનાની દાણચોરી કરે છે. છેલ્લા એક વર્ષમાં 33 ટકાનો વધારો થયો છે. ભારતમાં વિદેશથી સોનું ઘુસાડવાના પ્રયાસમાં ઘણી વખત વિદેશી નાગરિકો પણ પકડાય છે. ઓક્ટોબર 2022થી અત્યાર સુધીમાં 20 કરતા વધારે વિદેશીઓને સોનાનું સ્મગલિંગ કરતા પકડવામાં આવ્યા છે. તેમાં ઈન્ટરનેશનલ એરલાઈનના ક્રૂ મેમ્બર પણ સામેલ છે.તેમાં પણ જાણે મુંબઈ એરપોર્ટ ગોલ્ડ સ્મગલિંગનું સૌથી મોટું હબ બન્યું હોય તેવુ આકડાઓ પરથી લાગી રહ્યું છે. છેલ્લા 11 મહિનામાં મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી 604 કિલો સોનું પકડાયું છે. જેની કિંમત 360 કરોડથી વધારે થાય છે. સોનાની દાણચોરીમાં બીજા નંબરે દિલ્હી એરપોર્ટ અને ત્રીજા ક્રમે ચેન્નાઈ એરપોર્ટ છે. દિલ્હી એરપોર્ટ પરથી કસ્ટમ્સે 374 કિલો સોનું પકડ્યું છે જ્યારે ચેન્નાઈ એરપોર્ટ પરથી 306 કિલો સોનું પકડવામાં આવ્યું છે. એપ્રિલ 2022થી ફેબ્રુઆરી 2023 વચ્ચે મુંબઈ એરપોર્ટ પર સોનું જપ્ત થવાના પ્રમાણમાં પણ મોટો 91 કિલોનો મોટો વધારો થયો છે. સોનાનો ભાવ એક કિલો દીઠ 61 લાખ રૂપિયા ચાલે છે. સોનાના સ્મગલર્સ માટે મુંબઈ એ ટ્રાન્ઝિટ હબ છે. તેની સાથે અમુક સિન્ડિકેટ સંકળાયેલ છે જેમાં જ્વેલર્સ પણ સામેલ છે.