આવશ્યક દવાના ભાવ નિર્ધારિત કરાયા

0
140

સરકારે દવાઓની ભાવ મર્યાદા નક્કી કરી

૬૫૧ દવામાં ભાવ નિર્ધારિત કરાયા

ભાવમાં અંદાજીત 16.62 ટકાનો ઘટાડો

નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઈસિંગ ઓથોરિટી દ્વારા આવશ્યક દવાઓના મહત્તમ ભાવ નક્કી કરવામાં આવ્યા છે. કુલ લિસ્ટેડ 870 શિડયૂલ્ડ ડ્રગ્સમાંથી 651 દવાના ભાવ નિર્ધારિત કરવામાં આવ્યા છે જેને કારણે આ દવાઓ હવે લોકોને આશરે 7 ટકા સસ્તા દરે મળતી થશે. કેન્દ્રનાં આરોગ્ય મંત્રાલય દ્વારા નેશનલ લિસ્ટ ઓફ એેસેન્શિયલ મેડિસિન (NLEM)માં સપ્ટેમ્બર 2022માં સુધારો કરાયો હતો અને 870 દવાઓને તેમાં સામેલ કરવામાં આવી હતી. એનપીપીએ દ્વારા જણાવાયું હતું કે, સરકારે આવશ્યક દવાઓના ભાવ નિર્ધારિત કર્યા પછી 651 દવાના સરેરાશ ભાવમાં 16.62 ટકા જેટલો ઘટાડો થયો છે. WPIને આધારે ડ્રગ્સના ભાવમાં સરેરાશ 12.12ટકાનો વાર્ષિક વધારો થવા છતાં ગ્રાહકોને તે 7 ટકા સસ્તા દરે મળશે.