HomeSportsયુવા ખતરનાક બોલર મોહમ્મદ સિરાજે IPLના ઈતિહાસનો શરમજનક રેકોર્ડ બનાવ્યો

યુવા ખતરનાક બોલર મોહમ્મદ સિરાજે IPLના ઈતિહાસનો શરમજનક રેકોર્ડ બનાવ્યો

z7lkt6ys

મુંબઈ સામેની મેચમાં બેંગ્લોરના ધારદાર બોલર સિરાજે ૧૧ બોલમાં ઓવર પૂર્ણ કરી!

૨ એપ્રિલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાયેલી મેચમાં બેંગ્લોરનો એકતરફી વિજય થયો હતો. આ મેચમાં મુંબઈ તમામ મોરચેથી નિષ્ફળ રહ્યું હતું, પરંતુ બેંગ્લોરના યુવા અને ખતરનાક બોલર મોહમ્મદ સિરાજે ખૂબ જ શરમજનક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. મેચની 19મી ઓવરમાં મોહમ્મદ સિરાજે ત્રીજો બોલ ફેંકતા પહેલા ચાર વાઈડ ફેંક્યા હતા. પાંચમા બોલ પહેલા જ સિરાજે ફરી એકવાર વાઈડ ફેંક્યો હતો. જેના કારણે આ આખી ઓવરમાં કુલ 16 રન આવ્યા હતા. સિરાજે આ ઓવર 11 બોલમાં પૂરી કરી હતી. આમ સિરાજે  IPL ઈતિહાસની સૌથી લાંબી ઓવર નાખી હતી. આ અગાઉ IPLમાં સૌથી લાંબી ઓવર નાખવાનો રેકોર્ડ મુનાફ પટેલના નામે હતો. વર્ષ 2012માં મુનાફ પટેલે ૧૦ બોલમાં ઓવર પૂરી કરી હતી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments