રાહુલ ગાંધી માનહાનિ કેસ અંગે મોટા સમાચાર

0
165
rc77sb6c

રાહુલ ગાંધીના જામીન લંબાવાયા

સજા પર સ્ટેની અરજી પર ૧૩ એપ્રિલના રોજ સુનાવણી થશે

નીચલી અદાલતના ચૂકાદા પર ૩ મે ના રોજ સુનાવણી થશે

માનહાનિ કેસને લઈ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સુરત સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી, જેને પગલે રાહુલ ગાંધીના જામીન લંબાવવામાં આવ્યા છે. સજા પર સ્ટેની માંગ કરવામાં આવેલી અરજી પર ૧૩ એપ્રિલના રોજ સુનાવણી હાથ ધરાશે, જ્યારે નીચલી અદાલતના ચૂકાદા પર સુનાવણી 3 મે ના રોજ થશે. મહત્વનું છે કે, રાહુલ ગાંધી અને તેમની લિગલ ટીમ સુરત સેશન્સ કોર્ટમાં અપીલ કરવા માટે પહોંચી હતી, જેને લઈને કોર્ટની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. રાહુલ ગાંધીની સાથે પ્રિયંકા ગાંધી, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને હિમાચલ પ્રદેશના સુખવિંદર સૂકખા પણ હાજર રહ્યા હતા.