મોરબી ઝુલતા બ્રિજ કૌભાંડના આરોપી જયસુખ પટેલને સિવિલ લઇ જવાયા

0
340

બી પીની તકલીફ હોવાથી ચેક માટે લઇ જવાયા

કોર્ટે જયસુખ પટેલના રેગ્યુલર જામીન અરજી રદ્દ કરી દીધુ છે તેવામાં જયસુખ પટેલને એક પછી એક ઝાટકો લાગી રહ્યો છે,તેનાથી તેની શારીરિક અને માનસિક સ્થિતિ જાણે ખરાબ થઇ રહી છે, આમતો તેને કોર્ટે ઘરનુ ભોજન જમવાની પરમિશન આપી છે, છતાં વારં વાર તેની તબિયત ખરાબ હોવાની ફરિયાદો સામે આવી રહી છે, ત્યારે સોમવારે તેને ચેક અપ માટે સિવિલ હોસ્પિટલ લઇ જવાયા હતા, એમાય જયસુખ પટેલને બ્લડ પ્રેસરની તકલીફ હોવાથી સારવાર માટે સિવિલ લઇ જવાયા હતા, આમ તો શનિવારે પણ છાતીમાં દુખાવો હોવાની તકલીફ જયસુખ પટેલે વર્ણવી હતી ત્યારે તેને સિવિલ લઇ જવાયા હતા, જ્યાં સોમવારે ફરી ચેક અપ માટે આવવાનુ ડોક્ટર્સે જણાવ્યુ હતુ

મોરબીના ઝુલતો પુલ તૂટી પડતા મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા હતા. જેથી આ મામલે ઓરવા કંપનીના એમડીની ધરપકડ કરવામાં આવી હતી. જ્યાં જ્યસુખ પટેલને મોરબી સબ જેલમાં રાખવામાં આવ્યા હતા. મોરબી સબ જેલમાં રહેલા ઓરવા કંપનીના એમડી જ્યસુખ પટેલની તબિયત થોડા દિવસ પહેલા અચાનક લથડી હતી. જેથી તેમને તાકીદે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જે બાદ વધુ એક વખત તેમની તબિયત લથડતા આજે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી સબજેલમાં રહેલા જયસુખ પટેલને થોડા દિવસો પહેલા ગત શનિવારે બીપીની તકલીફને લીધે ગભરામણ થતા તાકીદે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ડોક્ટરે સારવાર કરી તેમનું સ્વાસ્થ્ય નોર્મલ હોવાનું જણાવી સોમવારે રૂટિન ચેકઅપ માટે આવવાનું કહ્યું હતું. આથી આજે સોમવારે જેલના સતાવાળાઓએ ચુસ્ત બંદોબસ્ત સાથે જયસુખ પટેલને ફરી સિવિલ હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યા હતા.

મહત્વનું છે કે, પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જ્યસુખ પટેલનું આજે તબિબ દ્વારા રૂટિંગ ચેકઅપ કરવામાં આવ્યું છે. જ્યાં જયસુખ પટેલને માનસિક રોગોના નિષ્ણાંત પાસે નિદાન કરાવવામાં આવ્યું હતું. સાથે સાથે જ્યસુખ પટેલને બીપીની પણ તકલીફ હોવાથી તેઓનું બીપી ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું.

મહત્વનું છે કે ઝૂલતા પુલ દુર્ઘટનામાં 135 લોકોમાં મોત નિપજ્યા હતા. આ ગોઝારી દુર્ઘટના બાદ જયસુખ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. બાદમાં તેઓએ કોર્ટમાં સરેન્ડર કર્યું હતું. જે બાદ તેઓની ધરપકડ કરી મોરબી સબ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. અગાઉ તેઓએ જામીન અરજી કરી હતી. જેમાં તેઓએ કારણમાં એવું દર્શાવ્યુ હતું કે, તેઓની કંપનીને ભોગ બનનારને વળતર ચૂકવવાનું હોય જેમાં તેઓની જરૂર પડવાની છે. જો કે કોર્ટે આ જામીન અરજી ફગાવી દીધી હતી. બાદમાં ફરી તેઓએ જામીન અરજી મૂકી છે. હાલ તે અંગે કોર્ટનો નિર્ણય જાહેર થયો નથી.