ફાસ્ટ-ફૂડ કંપની મેકડોનાલ્ડ્સ કરશે છટણી

    0
    286

    સમગ્ર વિશ્વમાં મંદીને પગલે ટેક કંપનીઓમાં છટણી કરવામાં આવી રહી છે. દિગ્ગજ કંપનીઓ ગૂગલ, એમેઝોન, ફેસબુક અને ટ્વિટર પણ મોટાપાયે કર્મચારીઓની છટણી કરી ચૂકી છે. ત્યારે  ફાસ્ટ-ફૂડ કંપની મેકડોનાલ્ડ્સ એ પણ   કર્મચારીઓની છટણી કરવાની તૈયારીઓ કરી લીધી છે.  મેકડોનાલ્ડ્સે અમેરિકામાં તેના તમામ સ્ટોર અસ્થાયીરૂપે બંધ કરવાની તૈયારી કરી રહી છે. કંપનીએ તાજેતરમાં તેના તમામ કર્મચારીઓને સોમવારથી બુધવાર સુધી વર્ક ફ્રોમ હોમ શરૂ કરવા માટે  ઈમેલ કર્યો હતો. આર્થિક તંગીની સંપડાયેલી કંપનીએ આ પગલું ભરવાનો નિર્ણય કર્યો છે.