ભૂટાનના રાજા 3 થી 5 એપ્રિલ સુધી ભારતની મુલાકાતે આવશે

0
463

ભારત સતત ભૂટાનનું ટોચનું વેપારી ભાગીદાર

12મી પંચવર્ષીય યોજના માટે, ભારતે ભૂટાનને વિવિધ બહુ-ક્ષેત્રીય પ્રોજેક્ટ્સ માટે રૂ. 4500 કરોડની સહાય કરી. ભારતની ‘નેબરહુડ ફર્સ્ટ પોલિસી’ના અનુસંધાનમાં, પાંચ એગ્રી કોમોડિટીઝ માટે નવા માર્કેટ એક્સેસ ખોલવામાં આવ્યા છે. ભૂટાનના રાજા જિગ્મે વાંગચુક 3 થી 5 એપ્રિલ સુધી સત્તાવાર રીતે ભારતની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજા વાંગચુકને સત્તાવાર રીતે ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે. આ મુલાકાત બંને રાષ્ટ્રો વચ્ચે નિયમિત ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાનની લાંબા સમયથી ચાલતી પરંપરાને જાળવી રાખવાની ખાતરી આપે છે. આ મુલાકાત દરમિયાન રાજા વાંગચુક રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. ડો. એસ જયશંકર વરિષ્ઠ અધિકારીઓ સાથે ભૂટાનના રાજવીઓને પણ મળશે. આ મુલાકાત દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરવાની અને દ્વિપક્ષીય ભાગીદારીને આગળ વધારવાની તક પૂરી પાડશે.

ઉલ્લેખનીય છે કે, ભારત સતત ભૂટાનનું ટોચનું વેપારી ભાગીદાર રહ્યું છે, તે ભૂટાનમાં રોકાણનો અગ્રણી સ્ત્રોત છે. ભૂટાને તેની પંચવર્ષીય યોજનાઓ શરૂ કરી ત્યારથી જ ભારત ભૂટાનને આર્થિક સહાયતા આપી રહ્યું છે.