ભારતમાં કોરોનાના કેસમાં ૨૮ ટકાનો ઉછાળો!

0
387
rhd9bjks

ભારતમાં કોવિડના નવા 3,824 કેસ

વધુ ૧૭૮૪ લોકોએ કોરોનાના મ્હાત આપી

ભારતમાં કોરોનાના કેસમાં અચાનક ઉછાળો આવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, દેશમાં કોરોનાના નવા 3,824 કેસ નોંધાયા છે, જે ૧ એપ્રિલની સરખામણીમાં 28 ટકા વધુ છે. વધુ ૧૭૮૪ લોકોએ કોરોનાના મ્હાત આપી છે. ભારતમાં સક્રિય દર્દીઓની સંખ્યા હાલ 18,389 છે, જે કુલ ચેપના 0.04 ટકા છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોનાના કુલ 4.47 કરોડ કેસ નોંધાયા છે, જયારે 4.41 કરોડ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. કોરોનાથી સાજા થવાનો દર હાલમાં 98.77 ટકા છે. કોરોના મહામારીને કારણે દેશમાં અત્યાર સુધીમાં કુલ 5.30 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.