સાવરકરનો મુદ્દો રાષ્ટ્રીય મુદ્દો નથીઃશરદ પવાર

0
315

એનસીપીના અધ્યક્ષ શરદપવારે સાવરકર મામલે નિવેદન આપ્યું છે. શરદ પવારે કહ્યું હતું કે હિન્દુત્વ વિચારક વિનાયક દામોદર સાવરકરના દેશની આઝાદી માટે આપવામાં આવેલા બલિદાનની કોઈ અવગણના ન કરી શકે પણ તેમના પ્રત્યે અસહસતિને રાષ્ટ્રીય મુદ્દો ન બનાવવો જોઈએ કેમ કે આજે દેશ સમક્ષ અનેક મુદ્દા છે જેના પર ધ્યાન આપવાની જરૂર છે. વિદેશમાં ભારત અંગે બોલવા મુદ્દે ભાજપના નિશાને આવેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો બચાવ કરતાં પવારે કહ્યું કે તે પ્રથમ ભારતીય નથી જેમણે દેશના મુદ્દાઓ અંગે વિદેશમાં વાત કરી હોય. નાગપુરની એક પ્રેસ ક્લબમાં પવારે આ ટિપ્પણી કરી હતી.