HomeDeshબિહારમાં ભારે હિંસા,ફાયરિંગમાં એકનું મોત

બિહારમાં ભારે હિંસા,ફાયરિંગમાં એકનું મોત

બિહારમાં રામનવમીના દિવસે શરૂ થયેલી હિંસા યથાવત છે… સાસારામ નગરની તમામ સરકારી અને ખાનગી શાળાઓ પણ 4 એપ્રિલ સુધી બંધ કરી દેવામાં આવી છે. આ સિવાય કોચિંગ ઈન્સ્ટિટ્યૂટને પણ બંધ કરવા સૂચના આપવામાં આવી છે. બંને તરફથી ગોળીબાર થયો, ઘણા લોકો ઘાયલ થયા અને એક વ્યક્તિનું મોત થયું. પરિસ્થિતિ કાબૂ બહાર જતી જોઈને પોલીસે સમગ્ર વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરી હતી. તો બીજી બાજુ, મોડી સાંજે, વહીવટીતંત્રે શહેરી વિસ્તારોમાં કર્ફ્યુ લાગુ કરતી વખતે મોટી સંખ્યામાં પોલીસ દળોને તૈનાત કર્યા છે.. શનિવારે મોડી સાંજે સાસારામના શેરગંજ વિસ્તારમાં ફરી હિંસા ફાટી નીકળી હતી. અહીં બ્લાસ્ટમાં 5 લોકો ઘાયલ થયા છે. આ ઉપરાંત પથ્થરમારો પણ થયો છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments