સાંસદ રામ મોકરિયાની કેન્દ્ર સરકારને રજૂઆત
સૌરાષ્ટ્રને ટૂંક સમયમાં મળી શકે નવી ૧૦ ટ્રેનની ભેટ
સૌરાષ્ટ્રને ટૂંક સમયમાં નવી ૧૦ ટ્રેનની ભેટ મળી શકે છે. આ માટે સાંસદ રામ મોકરિયાએ કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને દર્શના જરદોશને રજૂઆત કરે છે. કુલ ૧૨ ટ્રેનની રજૂઆત કરવામાં આવી છે, જે પૈકી દસ ટ્રેન ટૂંક સમયમાં રાજકોટથી શરુ થઇ શકે છે. આ ૧૦ ટ્રેન શરુ થતા જ શ્રમિકોને પડતી અગવડોનો અંત આવશે. રાજકોટ-નાગપુર, રાજકોટ-કોલ્હાપુર, રાજકોટ-કોલ્હાપુર-પટના, રાજકોટ-પુના, રાજકોટ-ચેન્નાઈ, રાજકોટ-નિઝામુદ્દીન, રાજકોટ-વારાણસી, રાજકોટ-યશવંતપુરા, રાજકોટ-કલક્ત્તા અને રાજકોટ-પ્રયાગરાજ ટ્રેનને ટૂંક સમયમાં લીલી ઝંડી મળી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ અંગે કેન્દ્ર પાસેથી હકારાત્મક અભિગમ પણ મળ્યો છે.