ધારાસભ્ય રોડને લઇને થયા ગુસ્સે-કોન્ટ્રાક્ટરોને આપ્યો ઠપકો

0
219

ઉત્તર પ્રદેશના એક ધારાસભ્યનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ગાઝીપુરની જાખનિયા વિધાનસભાના સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના ધારાસભ્ય બેદી રામે ગાઝીપુરના જંગીપુરથી યુસુફપુરને જોડતા લગભગ સાડા ચાર કિલોમીટરના રોડના ખોટા બાંધકામ અંગે સવાલો ઉઠાવ્યા છે. આટલું જ નહીં, નેતાએ પોતાના બૂટ વડે રસ્તાની મજબૂતાઈ માપી છે, એટલે કે વાયરલ થયેલા વીડિયોમાં ધારાસભ્ય બેદી રામ પોતાના બૂટથી રોડ ઘસીને કોન્ટ્રાક્ટરને ઠપકો આપતા જોવા મળે છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ધારાસભ્ય બેદી રામના બૂટથી રોડ ઘસ્યા બાદ રોડ ઉખડી જાય છે. આ રોડના નિર્માણમાં ઉપયોગમાં લેવાયેલ બાલાસ્ટ બૂટના ઘસવામાંથી અલગ દેખાઈ આવે છે. આ રોડના નિર્માણ અંગે જણાવવામાં આવી રહ્યું છે કે, ગાઝીપુર વિધાનસભા મતવિસ્તારના જખનિયામાં પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટ દ્વારા ખરાબ રસ્તાના નિર્માણની જાણકારી ગ્રામજનોએ આપી છે. જે બાદ ધારાસભ્ય ઓચિંતી તપાસ માટે પહોંચ્યા પરંતુ ત્યાં કોઈ અધિકારી જોવા મળ્યા ન હતા.