ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,994 નવા કેસ નોંધાયા

0
332

શનિવારે છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 2,994 નવા કેસ નોંધાયા છે. ભારતમાં કોરોનાના કેસો વધતા  સક્રિય કેસોની સંખ્યા  વધીને 16,354 પર પહોંચી  છે. શુક્રવારે ભારતમાં કોરોનાના 3,095 કેસ નોંધાયા હતા.ભારતમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને  4.47 કરોડ પર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 9 દર્દીના મોત નીપજ્યાં છે..દેશમાં અત્યાર સુધીમાં 220 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યાં છે.કોરોનાના કેસને લઈ કેન્દ્ર સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે.