રાજ્યમાં કાળઝાળ ગરમીનો થશે અનુભવ

0
180

કમોસમી વરસાદ બાદ હવે રાજયમાં તાપમાનનો પારો ઉંચકાયો છે… જેના કારણે કાળઝાળ ગરમી પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ 3થી4 ડિગ્રી પારો ઊંચે જતાં ગરમીમાં વધારો થશે.ગુજરાતમાં હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસમાં હવે વરસાદની શક્યતા નહિવત જોવાઇ રહી છે. હાલ કોઇ  સિસ્ટમ સક્રિય ન હોવાથી તાપમાનમાં વધારો થઇ શકે છે. આગામી ચારથી પાંચ દિવસ કમોસમી વરસાદની કોઇ શકયતા ન હોવાથી ખેડૂતો માટે સારા સમાચાર છે, હવામાન વિભાગના અનુમાન મુજબ  8 એપ્રિલ બાદ ફરી રાજ્યમાં રાજ્યમાં કમોસમી વરસાદ પડી શકે છે. હાલ આગામી 4 દિવસ તાપમાન 3થી4 ડિગ્રી ઊંચુ જતાં ગરમી વધશે.રાજ્યમાં શુક્રવારથી વરસાદનું જોર ઘટતાની સાથે તાપમાનનો પારો ઉંચે ગયો છે. રાજ્યમાં શુક્રવારે સૌથી ઊંચું તાપમાન અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટમાં 35 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે સૌથી નીચું લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સૌરાષ્ટ્રના મહુવા તથા કેશોદમાં નોંધાયું હતું.