8th Pay Commission Latest News:નવા વર્ષની શરૂઆત સાથે જ કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશખબર સામે આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં 8મા પગાર પંચને મંજૂરી આપી દેવામાં આવી છે. આ પગાર પંચની જોગવાઈઓ 1 જાન્યુઆરી, 2026થી લાગુ ગણાશે, જોકે તેનો વાસ્તવિક નાણાકીય લાભ કર્મચારીઓને થોડા સમય બાદ મળવાની શક્યતા છે.
આ નિર્ણયથી દેશભરમાં અંદાજે 50 લાખ સરકારી કર્મચારીઓ અને 65 લાખ નિવૃત્ત પેન્શનરોને સીધો લાભ મળશે.

8th Pay Commission Latest News:પગારમાં કેટલો થશે વધારો?
8મા પગાર પંચ અમલમાં આવતા કર્મચારીઓના બેઝિક પગાર, ભથ્થાં અને પેન્શનમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે. નિષ્ણાતોના અંદાજ મુજબ જો ફિટમેન્ટ ફેક્ટર 2.15 નક્કી કરવામાં આવે, તો હાલની લઘુત્તમ બેઝિક સેલેરી ₹18,000થી વધીને ₹38,700થી ₹51,480 સુધી પહોંચી શકે છે.
8th Pay Commission Latest News:પે-લેવલ પ્રમાણે સંભવિત પગાર વધારો
| પે-લેવલ | હાલનો બેઝિક પગાર | વધારાપછીનો પગાર | કુલ વધારો |
| લેવલ 1 | ₹18,000 | ₹38,700 | ₹20,700 |
| લેવલ 5 | ₹29,200 | ₹62,780 | ₹33,580 |
| લેવલ 10 | ₹56,100 | ₹1,20,615 | ₹64,515 |
| લેવલ 15 | ₹1,82,200 | ₹3,91,730 | ₹2,09,530 |
| લેવલ 18 | ₹2,50,000 | ₹5,37,500 | ₹2,87,500* |
*આ આંકડા અંદાજિત છે અને અંતિમ ભલામણ બાદ તેમાં ફેરફાર શક્ય છે.

પે-લેવલ મુજબ કર્મચારીઓની શ્રેણી
- લેવલ 1: એન્ટ્રી લેવલ / ગ્રુપ D કર્મચારીઓ
- લેવલ 2 થી 9: ગ્રુપ C કર્મચારીઓ
- લેવલ 10 થી 12: ગ્રુપ B કર્મચારીઓ
- લેવલ 13 થી 18: ગ્રુપ A અધિકારીઓ
શું મોંઘવારી ભથ્થું (DA) બંધ થશે?
સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અફવાઓને લઈને સરકારે સ્પષ્ટતા કરી છે કે મોંઘવારી ભથ્થું (DA) બંધ નહીં કરવામાં આવે. સરકારના જણાવ્યા મુજબ, નિવૃત્તિ પછીના લાભો અને DA માત્ર ત્યારે જ અટકાવી શકાય જ્યારે કોઈ કર્મચારીને ગંભીર ગેરવર્તણૂક બદલ નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યો હોય. સામાન્ય સંજોગોમાં કર્મચારીઓ અને પેન્શનરોને DAનો લાભ મળતો રહેશે.
કર્મચારીઓમાં ઉત્સાહ
8મા પગાર પંચની મંજૂરી બાદ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મહેંગાઈના સમયમાં આ નિર્ણય કર્મચારીઓ માટે મોટી રાહતરૂપ સાબિત થશે.




