31st police checking :  31st ઉજવણી કરતા પહેલા આ વાંચી લેજો 

0
145
31st police checking
31st police checking

31st police checking :  આજે 31st ડીસેમ્બર, 31st ડીસેમ્બર એટલે માત્ર વર્ષનો છેલ્લો દિવસ નહિ, અને માત્ર નવાવર્ષને આવકારવાનો દિવસ નહિ , આજકાલ 31st ડીસેમ્બર એટલે નસો કરવાનો દિવસ, 31 ડીસેમ્બર એટલે નબીરા બનીને રખડવાનો દિવસ, 31st એટલે મોડી રાતસુધી જલ્સા કરવાનો દીવસ. અને જો તમે આ રીતે 31st સેલીબ્રેટ કરવાનું વિચારી રહ્યા હોય તો ધ્યાન રાખજો ગુજરાત પોલીસ આપના માટે તૈયાર બેઠી છે. આજે અમદાવાદમાં પોલીસ દ્વારા અલગ અલગ ચાર પ્રકારની ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. જેથી કોઈપણ ડ્રાઈવમાં ઝડપાશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.            

31st police checking

31st police checking :  અમદાવાદમાં 31st ડિસેમ્બરની ઉજવણીને લઈ લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે. લોકોના ઉત્સાહના રંગમાં ભંગ ના પડે તે માટે કાળજી રાખવી પડશે. કારણ કે પોલીસ દ્વારા અલગ અલગ ચાર પ્રકારની ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. જેથી કોઈપણ ડ્રાઈવમાં ઝડપાશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ દ્વારા અત્યારે પાર્કિંગ મામલે ડ્રાઇવ, ઓવર સ્પીડ ડ્રાઈવ, ડ્રગ્સ મામલે ડ્રાઇવ તથા ડ્રિંક એન્ડ ડ્રાઈવ મામલે પણ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે.

31st police checking  :  આડેધડ પાર્ક કરેલાં વાહનો લોક અથવા ટોઈંગ કરાશે


હાઇકોર્ટના આદેશ બાદ પોલીસ દ્વારા શહેરના 5 અલગ અલગ પોઇન્ટ પર આડેધડ વાહન પાર્ક કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા એક અઠવાડિયા કરતાં વધુ સમયથી શહેરના 5 અલગ પોઇન્ટ પર ડ્રાઇવ ચાલી રહી છે. જેમાં નો પાર્કિગમાં પાર્ક કરેલાં વાહનો, રસ્તા પર ટ્રાફિકમાં અડચણ રૂપ પાર્ક કરેલાં વાહન તથા આડેધડ પાર્ક કરેલાં વાહનોને લોક મારવામાં આવે છે, અથવા ટોઈંગ કરવામાં આવે છે. જે બદલ પોલીસ દ્વારા દંડ પણ વસૂલવામાં આવી રહ્યો છે. જેથી અમદાવાદીઓએ પોતાનાં વાહન જ્યાં ત્યાં પાર્ક કરતા ખાસ કાળજી રાખવી પડશે.

31st police checking

31st police checking : ઓવર સ્પીડમાં ચાલતાં વાહનો સામે કાર્યવાહી થશે


ઓવર સ્પીડ મામલે પણ પોલીસ દ્વારા ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. એસ.જી. હાઇવે પર તથ્ય પટેલે અકસ્માત સર્જી લોકોના જીવ લીધા તે પ્રકારના ઓવર સ્પીડના કારણે અકસ્માત ના થાય તે માટે પોલીસ દ્વારા ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. શહેરના પશ્ચિમ અને પોશ વિસ્તારમાં ખાસ અત્યારે ઓવર સ્પીડમાં ચાલતા વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. સ્પીડ ગન અને ઇન્ટરસેપ્ટર વાન દ્વારા ઓવર સ્પીડમાં ચાલતાં વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે.

31st police checking  :  પાર્ટીમાં પણ ડ્રગ્સનો ઉપયોગ કર્યો તો કડક કાર્યવાહી થશે


ડ્રગ્સ મામલે પણ ખાસ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. એનસીબી તથા એસઓજી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. એસઓજી પાસે ડ્રગ લેનારને તપાસવા માટેની પણ કિટ છે. જેના આધારે શંકાસ્પદ વ્યક્તિઓને તપાસવામાં આવશે. જો પાર્ટીમાં ડ્રગ્સનો ઉપયોગ થાય તેવી વિગત મળે તો તે અંગે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.

31st police checking

31st police checking :  દારૂ પીધેલી હાલતમાં મળ્યા તો ગયા સમજજો


દારૂ પીને ગાડી ચલાવનાર સામે પણ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ કરનારને પોલીસ કમિશનર દ્વારા 200 રૂપિયા ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે પોલીસ દ્વારા ડ્રિંક એન્ડ ડ્રાઇવ મામલે ખાસ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં પોલીસ દ્વારા ચેક પોઇન્ટ બનાવીને બ્રેથ એનાલાઈઝર દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. કોઈ વ્યક્તિ દારૂ પીધેલી હાલતમાં મળી આવશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

31st police checking :  મોટી સંખ્યામાં પોલીસકર્મી બંદોબસ્તમાં રહેશે


31st ડિસેમ્બરે અમદાવાદ પોલીસ સ્ટેન્ડ બાય રહેશે. કાંકરિયા કાર્નિવલ, સીજી રોડ, એસ.જી. હાઇવે, ક્લબ તથા ફાર્મમાં પોલીસ તહેનાત રહેશે. 31 ડિસેમ્બરે અમદાવાદ પોલીસ કમિશનર, જેસીપી, ડીસીપી, એસીપી, પીઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસકર્મી બંદોબસ્તમાં રહેશે. આ ઉપરાંત ટ્રાફિક પોલીસના જવાનો પણ હાજર રહેશે. શહેરમાં કોઈ બનાવ ના બને તે માટે ખાસ તકેદારી રાખવામાં આવશે.

તમે આ પણ વાંચી શકો છો

હવે ઠંડીમાં આ નળમાંથી આવશે ગરમ પાણી, જાણો કેવી રીતે