મધ્યપ્રદેશના શ્યોપુરના કુનો નેશનલ પાર્કમાં દક્ષિણ આફ્રિકાના ૩ ચિત્તાઓને ખુલ્લા જંગલમાં છોડવામાં આવ્યા હતા. ત્રણેયને અલગ-અલગ સમયે વિરુદ્ધ દિશાઓમાં છોડવામાં આવ્યા છે. ખુલ્લા જંગલમાં ચિત્તાઓને છોડતી વખતે અનેક અધિકારીઓ ત્યાં હાજર રહ્યા હતા. સૌપ્રથમ માદા ચિતા ગામીનીને છોડવામાં આવી હતી. ત્યારબાદ બે નર ચિત્તા વાયુ અને અગ્નિને પશ્ચિમ અને પૂર્વ દિશામાં છોડવામાં આવ્યા હતા. જેથી તેઓ વિશાળ જંગલમાં ફરી શકે. હવે ખુલ્લા જંગલમાં ચિત્તાઓની સંખ્યા વધીને 6 થઈ ગઈ છે.