ગુજરાતમાં કોરોનાના નવા ૨૫૪ કેસ

0
308

અમદાવાદમાં સૌથી વધુ નવા ૭૫ કેસ

ગુજરાતમાં કોરોનાના કેસમાં વધઘટ યથાવત છે. નવી યાદી મુજબ,  ગુજરાતમાં કોરોનાના નવા ૨૫૪ કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ ૭૫ કેસ નોંધાયા છે, જયારે વડોદરામાં ૩૭, સુરતમાં ૪૬, મહેસાણામાં ૧૦, ગાંધીનગરમાં ૧૭ કેસ અને વલસાડ-અમરેલીમાં ૮-૮ કેસ સામે આવ્યા છે, જયારે અમદાવાદમાં કોવિડથી ૧નું મોત થયું છે. ગુજરાતમાં હાલ ૬ લોકો વેન્ટીલેટર પર છે. જયારે ૧૯૧૧ દર્દીઓ સ્ટેબલ છે. ગુજરાતમાં હાલ કોરોનાથી સાજા થવાનો દર ૯૮.૯૯ ટકા છે. નવી યાદી પ્રમાણે વધુ ૩૩૩ લોકો ડીસ્ચાર્જ થયા છે.