22 એપ્રિલે સવારે 7:49 વાગ્યાથી 23 એપ્રિલે સવારે 7:47 વાગ્યા સુધી અખાત્રીજ

0
162

22 એપ્રિલે સવારે 7:49થી 23 એપ્રિલે સવારે 5:48 વાગ્યા સુધી સોનું ખરીદવું શુભ ગણાશે

આ વર્ષે અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજની તારીખને લઇ મૂંઝવણ છે, પરંતુ હિંદુ કેલેન્ડર મુજબ, અક્ષય તૃતીયા માટે વૈશાખ શુક્લ તૃતીયા તિથિ 22 એપ્રિલના રોજ સવારે 07:49 વાગ્યાથી શરૂ થશે અને તે 23 એપ્રિલના રોજ સવારે 07:47 વાગ્યા સુધી રહેશે. અક્ષય તૃતીયાનો દિવસ નક્કી કરવા માટે સૂર્યોદયની તારીખની ગણતરી કરવામાં આવે છે. જે અનુસાર 23 એપ્રિલે સૂર્યોદયના સમયે તૃતીયા તિથિ હશે, પરંતુ સવારે 07:47 પછી ચતુર્થી શરૂ થશે. બીજી તરફ 22 એપ્રિલે તૃતીયા તિથિ દિવસભર મળી રહી છે. જેના કારણે આ વર્ષે અક્ષય તૃતીયા 22 એપ્રિલે ઉજવવામાં આવશે. 22મી એપ્રિલના રોજ સોનું ખરીદવાનો શુભ સમય સવારે 07:49 વાગ્યાથી ચાલુ થશે. 23 એપ્રિલની સવારે 05:48 વાગ્યા સુધી સોનું ખરીદવું શુભ ગણાશે. આ વખતે અક્ષય તૃતીયા પર સોનું ખરીદવા માટે લગભગ 22 કલાકનો શુભ સમય છે. 22 એપ્રિલે અક્ષય તૃતીયાના દિવસે પૂજાનો શુભ સમય સાડા ચાર કલાકનો છે. 22 એપ્રિલે સવારે 7:49થી લઈને બપોરે 12:20 સુધી અક્ષય તૃતીયાની પૂજા કરી શકો છો. અક્ષય તૃતીયાના દિવસે માતા લક્ષ્મી, ગણેશ અને કુબેરની પૂજા કરવામાં આવે છે, તેનાથી ધન, સંપત્તિ, સુખ અને સમૃદ્ધિ વધે છે.