કોંગ્રેસ નેતાના ગેરકાયદે સ્ટુડિયો પર BMCનું બુલડોઝર ફરી વળ્યું

0
140
આ સ્ટુડિયોમાં થયું હતું રામસેતુ અને આદિપુરુષ ફિલ્મોનું શૂટિંગ
મુંબઈના મડ આઈલેન્ડમાં બીએમસી એ ગેરકાયદે સ્ટુડિયો સામેની મોટી કાર્યવાહીમાં તેને તોડી પાડવામાં આવ્યો છે. આ સ્ટુડિયોમાં રામસેતુ અને આદિપુરુષ ફિલ્મોનું શૂટિંગ થયું હતું.મળતી માહિતી પ્રમાણે મધ્ય-માર્વે વિસ્તારમાં દરિયા કિનારે કોંગ્રેસના નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી અસલમ શેખનો ગેરકાયદે સ્ટુડિયો આવેલો છે. અસલમ શેખ પર અંદાજે 1000 કરોડના ગેરકાયદે સ્ટુડિયો બનાવવાનો આરોપ છે. સ્ટુડિયોના કેટલાક ભાગોને બે મહિના પહેલા તોડી પાડવામાં આવ્યા હતા. મહારાષ્ટ્ર પર્યાવરણ મંત્રાલય દ્વારા BMC અને DMને ગેરકાયદે સ્ટુડિયો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
બીજી તરફ, ભાજપના નેતા કિરીટ સોમૈયાએ આરોપ લગાવ્યો છે કે ઠાકરે સરકારના કાર્યકાળ દરમિયાન કામચલાઉ બાંધકામના નામે સીઆરઝેડ ઝોનમાં ગેરકાયદે સ્ટુડિયો બનાવવામાં આવ્યા હતા. અધિકારીઓ અને કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્ય અસલમ શેખની મિલીભગતથી ગેરકાયદે સ્ટુડિયો બનાવવામાં આવ્યા હતા, જેમાં એક હજાર કરોડ રૂપિયાથી વધુનું કૌભાંડ થયું છે. કિરીટ સોમૈયાનું કહેવું છે કે આ સ્ટુડિયો નિયમોનું ઉલ્લંઘન કરીને બનાવવામાં આવ્યા છે.