OMG હનુમાન જયંતિ નિમિત્તે બનાવવામાં આવ્યો 1 ટન વજનનો લાડુ

0
169
OMG હનુમાન જયંતિ નિમિત્તે અહી બનાવવામાં આવ્યો 1 ટન વજનનો લાડુ
જબલપુરમાં બનાવવામાં આવ્યો મોતીચૂર લાડુ 
આજે, હનુમાન જયંતિ દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે... ભક્તો આ દિવસને હનુમાનજીના જન્મદિવસ તરીકે ધામધૂમથી ઉજવે છે. જબલપુરમાં હનુમાન જયંતિ નિમિત્તે પચમથા મંદિરમાં ભગવાન હનુમાનને એક ટન વજનના લાડુ ધરાવવામાં આવ્યા હતા. આ એક ટન વજનના લાડુને સિલ્વર વર્કથી શણગારવામાં આવે છે. બે રંગોથી બનેલા આ મોતીચૂર લાડુ પર લાલ રંગમાં પણ રામ લખેલું છે. રાજધાની ભોપાલમાં હનુમાન પ્રાકટોત્સવ પર આજે ભંડારા અને મહા આરતી થશે. એક ટન વજનના લાડુને જોવા માટે દૂર-દૂરથી લોકો સંસ્કારધાની જબલપુર આવી રહ્યા છે. જબલપુરના ગલાઉ ચોક ખાતે આવેલા પંચમથા હનુમાન મંદિરમાં છેલ્લા બે વર્ષથી હનુમાન ભક્તો બજરંગબલીને આટલા મોટા કદના લાડુ અર્પણ કરી રહ્યા છે. લાડુ બનાવવા માટે 12 જેટલા કારીગરોનો સહકાર લેવામાં આવ્યો હતો. 15 દિવસમાં આટલો મોટો લાડુ તૈયાર કરવામાં આવ્યો છે.