ગુજરાતમાં 2 દિવસમાં હાર્ટ એટેકથી 15 નાં મોત ગરબામાં યુવકના મોતનો વીડિયો આવ્યો સામે

0
208
ગુજરાત હાર્ટ એટેક
ગુજરાત હાર્ટ એટેક

2 દિવસમાં ગુજરાતમાં હાર્ટ એટેક ના કારણે 15 લોકોનાં મોત,,, આજે સુરતમાં 36 વર્ષીય આબીદા ખાતુનનું અને 40 વર્ષીય સુશાંતનું મોત…તો ખેડાના 23 વર્ષીય દેવરાજ ઝાલાનો હાર્ટ એટેકે ભોગ લીધો છે .ગુજરાતમાં હવે હાર્ટએટેકથી ડર લાગી રહ્યો છે. ગુજરાતીઓ માટે હાર્ટએટેક હવે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. આપણા નવરાત્રિ મહોત્સવમાં પણ લોકોનો જીવ જઈ રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં યુવાનોમાં હાર્ટ એટેકના ઉત્તરોત્તર કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને લઈ આરોગ્ય વિભાગનું તંત્ર પણ ચિંતામાં મુકાયું છે. ત્યારે માત્ર બે દિવસમા ગુજરાતમાં હાર્ટએટેકને કારણે 15 લોકોના જીવ ગયા છે. તો આજે ત્રણ લોકોને છાતીમા દુખાવો ઉપડતા મોત થયા છે. સુરત અને ખેડામાં હાર્ટ એટેકના કારણે વધુ 3 લોકોનાં મોત નિપજ્યા છે.  સુરતમાં 36 વર્ષીય આબીદાખાતુનું તો 40 વર્ષીય સુશાંતનું મોત થયું, તો ખેડાના 23 વર્ષીય દેવરાજ ઝાલાનો હાર્ટ એટેકે ભોગ લીધો. 

હાર્ટએટેકના કારણે વધુ એક યુવકે આજે જીવ ગુમાવ્યો છે. ખેડા જિલ્લાના કઠલાલના છીપડીમા રહેતા 23 વર્ષીય યુવકને હાર્ટએટેક આવ્યો છે. દેવરાજ મનહરસિંહ ઝાલાને સવારે એકાએક છાતીમા દુખાવો ઉપડ્યો હતો. પરિવાર યુવકને હોસ્પિટલ લઈ ગયો હતો, પરંતુ ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. 23 વર્ષીય યુવકના મૃત્યુથી પરિવારજનો શોકમાં ગરકાવ થયા છે. એક બાદ એક યુવકોનુ હાર્ટએટેકથી મોતની ઘટના સામે આવતા ચિંતાનો વિષય બન્યો છે. 

સુરતમાં બે લોકોના મોત 
સુરતમાં હાર્ટ અટેકથી મોતનો સિલસિલો યથાવત છે. હાર્ટ અટેકના કારણે બે લોકોનાં મોત થયા છે. 36 વર્ષના આબીદાખાતુ નામની મહિલાનું મોત નિપજ્યુ છે. મૃતક મહિલા સચિન જીઆઈડીસીમાં રહેતા હતા. કામરેજના 40 વર્ષના સુશાંત નામના વ્યક્તિનું મોત થયું. છે. અચાનક છાતીમાં દુખાવા બાદ સુશાંતનું મોત થયું છે. બંને લોકોને કોઈપણ પ્રકારની ગંભીર બીમારી ન હતી.

અમદાવાદમાં ગરબા રમતા રમતા હાર્ટ એટેકના કારણે થયેલા મોતનો લાઈવ વીડિયો સામે આવ્યો છે. શહેરમાં ગરબા દરમિયાન મોત નિપજોનો પહેલો બનાવનો વીડિયો સામે આવ્યો છે. ગરબા રમવા દરમિયાન હાર્ટ એટેક આવતા યુવાનનું મોત નિપજ્યું હતું. વટવામાં રહેતો રવિ પંચાલ હાથીજણમાં વૃંદાવન પાર્ટી પ્લોટમાં ગરબા રમવા ગયો હતો. ગુરુવારે ગરબા રમતી વખતે બનાવ બન્યો હતો. ગરબા દરમિયાન 12 વાગ્યાની આસપાસ રવિ પંચાલને અચાનક છાતીમાં દુખાવો થતાં એમ્બ્યુલન્સમાં લઈ જાય તે પહેલાં જ તેનું મોત નિપજ્યું હતું. સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આકસ્મિક મોતનો ગુનો દાખલ કરાયો છે. 

આજે હાર્ટ અટેક અંગે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે મોટું નિવેદન આપ્યુ હતું. તેમણે કહ્યું હતું કે, કોરોનાના કારણે હાર્ટ અટેક નથી થતો. આ અંગે મેં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાને પણ સવાલ પૂછ્યો હતો. રિસર્ચમાં કોરોનાના કારણે હાર્ટ અટેક થતો નથી તેવું સામે આવ્યું છે. કયા કારણોસર હાર્ટ અટેકનું પ્રમાણ વધ્યું છે તેની તપાસ થવી જોઈએ. નવરાત્રિમાં અનેક યુવાનોના ગરબા રમતાં-રમતાં મોત થયા છે તમામ લોકોનું એનાલિસીસ થવું જોઈએ. શા માટે રાજ્યમાં હાર્ટ અટેકની ઘટનાઓ વધી છે? સ્ટેજ પર બેઠેલા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને સૂચન કર્યુ છે. તમે છેલ્લાં 1 વર્ષની અંદર કેટલાં યુવાનો હાર્ટ અટેકના કારણે મૃત્યુ પામ્યા તેનો હિસાબ કરો. કેટલાં પુરુષો અને કેટલાં મહિલાઓના મૃત્યુ થયાં તેનો સ્ટડી કરો.