હિજાબને લઈને ઈરાન સરકાર ફરી મહિલાઓ સામે કડક

0
274

સ્માર્ટ કેમેરા કરશે મહિલાઓની જાસૂસી

હિજાબ કાયદાને લઈને ઈરાનમાં મહિલાઓ વિરુદ્ધ પ્રદર્શનો થવા છતાં, સરકાર હવે આ નિયમોનું પાલન ન કરનારાઓ સામે કાર્યવાહી કરવાની ધમકી આપી રહી છે. એટલે કે હિજાબને લઈને ઈરાન સરકારે ફરી મહિલાઓ સામે દબાણ વધારવાનું શરૂ કરી દીધું છે.ઈરાનના પોલીસ વડાએ કહ્યું કે હિજાબને લગતા નવા નિયમોનું પાલન ન કરવા બદલ મહિલાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે અને બિઝનેસ બંધ થવાનું જોખમ હોઈ શકે છે. આ સિવાય હવે સ્માર્ટ કેમેરા મહિલાઓની જાસૂસી પણ કરશે. નવા કાયદા હેઠળ, કોઈપણ ઈરાની મહિલા જે જાહેરમાં અથવા તેની કારની અંદર પોતાનું માથું ઢાંકવાનો ઇનકાર કરે છે તેને સામનો કરવો પડશે .