સીબીએસસીએ પરીક્ષા પેર્ટનમાં કર્યો ફેરફાર

0
437

સીબીએસસીના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે , સીબીએસસીએ પરીક્ષાની પેટર્નમાં ફેરફાર કર્યો છે.. જાહેર થયેલી ઓફિશિયલ નોટિફિકેશન અનુસાર નવા ફેરફારો નેશનલ એડ્યુકેશન પોલિસી 2020ને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યાં છે. સેન્ટ્રલ બોર્ડે પહેલાં જ જાહેર કર્યું હતું કે NEP 2020નાં વિઝનને અનુસરીને ધોરણ 10-12ની બોર્ડ પરીક્ષામાં વધુ સક્ષમતા આધારિત પ્રશ્નોનો સમાવેશ કરશે. ધોરણ 9 અને 10 માટે CBSC સક્ષમતા આધારિત પ્રશ્નોનો ગુણભાર વધારશે. શૈક્ષણિક વર્ષ 2022-23માં આ પ્રશ્નોનો ગુણભાર 30 % પ્રતિ પેપર હતો પરંતુ હવે 2024ની બોર્ડની પરીક્ષામાં 50% પ્રશ્નો MCQનાં સ્વરૂપે છે.  સક્ષમતા આધારિત પ્રશ્નો MCQનાં સ્વરૂપે પૂછવામાં આવશે જે કેસ સ્ટડી બેસ્ડ રહેશે. ધોરણ 11-12, બોર્ડ પરીક્ષા 2024માં સક્ષમતા આધારિત પ્રશ્નોનો ગુણભાર 40% રહેશે.