શરીફ સરકારને એક બાદ એક ફટકા પડી રહ્યા છે. હવે પાકિસ્તાનને મોટો ફટકો પડી શકે છે. હકીકતમાં ચીનના નાગરિકો દ્વારા ચલાવવામાં આવતા ઘણા વ્યવસાયો સુરક્ષા કારણોસર વારંવાર બંધ થઈ રહ્યા છે, જેના કારણે બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધોમાં સંકટ આવી શકે છે.સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પાકિસ્તાનની કરાચી પોલીસ આતંકવાદી હુમલાઓથી બચવા માટે મજબૂરીમાં વારંવાર અસ્થાયી ધોરણે ચીની નાગરિકોના વ્યવસાયને બંધ કરી રહી છે. આમ કરીને પાકિસ્તાનની પોલીસ આતંકવાદી હુમલાને કારણે બગડેલા સંબંધોને સંભાળવાનો પ્રયાસ કરી રહી છે, જો કે તેની બીજી અસર ચીનના વેપારીઓ અને બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધો પર પડવા લાગી છે.