ટેલિકોમ ઓપરેટર વોડાફોન આઈડિયાની તાજેતરની ડીલ વિવાદોમાં આવી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ટેલિકોમ કંપનીએ નેટવર્ક સંબંધિત લગભગ 200 કરોડ રૂપિયાના ઓર્ડર ચીનની કંપનીને આપ્યા છે. કંપનીનું નામ ZTE જણાવવામાં આવી રહ્યું છે. સ ટેલિકોમ કંપનીએ બ્રોડબેન્ડ નેટવર્ક ઈક્વિપમેન્ટ માટે આ ઓર્ડર આપ્યા છે. આ ઓર્ડર ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સર્કલ માટે આપવામાં આવ્યા છે.આ મામલો રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય NSCSના સંજ્ઞાનમાં લાવવામાં આવ્યો છે.