વર્ષ ૨૦૨૩નું પ્રથમ સૂર્યગ્રહણ

    0
    505

    20 એપ્રિલ એટલે ગુરુવારના રોજ વર્ષ ૨૦૨૩નું પ્રથમ સૂર્યગ્રહણ થનાર છે. આ સૂર્યગ્રહણને ખુબ ખાસ માનવામાં આવી રહ્યું છે જેને હાઇબ્રિડ સૂર્યગ્રહણ કહેવામાં આવી રહ્યું છે. સામાન્ય રીતે ત્રણ પ્રકારના સૂર્યગ્રહણ આંશિક, કુલ અને વલયાકાર હોય છે. પરંતુ આ વર્ષના સૂર્યગ્રહણમાં તમને ગ્રહણના ત્રણેય સ્વરૂપોનું મિશ્રણ જોવા મળશે. આવા સૂર્યગ્રહણને હાઇબ્રિડ સૂર્યગ્રહણ કહેવામાં આવે છે. આવી સ્થિતિ લગભગ 100 વર્ષમાં એકવાર થાય છે. ખાસ વાત એ છે કે હાઇબ્રિડ સૂર્યગ્રહણ દરમિયાન પૃથ્વીથી ચંદ્રનું અંતર ન તો વધારે હોય છે કે ન તો ઓછું હોય છે. વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ સવારે 07:04 કલાકે શરૂ થશે અને બપોરે 12:29 સુધી ચાલશે.