વડાપ્રધાનના અમેરિકાના પ્રવાસ અંગે વિદેશ મંત્રીએ શું કહ્યું

0
229
What did the Foreign Minister say about the Prime Minister's visit to America?
What did the Foreign Minister say about the Prime Minister's visit to America?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે જશે

વડાપ્રધાનના અમેરિકાના પ્રવાસ અંગે વિદેશ મંત્રીનું નિવેદન

 બહુ ઓછા લોકોને આ સન્માન મળે છેઃ એસ જયશંકર

વડાપ્રધાન મોદીના અમેરિકાના પ્રવાસ અંગે વિદેશ મંત્રી એસ જયશંકરે દિલ્હીમાં પત્રકારો સાથે વાતચીત કરી. વિદેશ મંત્રીએ પીએમ મોદીના અમેરિકના પ્રવાસનું મહત્વ પણ જણાવ્યું હતું.વિદેશ મંત્રી જયશંકરે પત્રકારોને કહ્યું- ‘પીએમ મોદી અમેરિકાના પ્રવાસે જશે. આ મુલાકાત સન્માનની દ્રષ્ટિએ સર્વોચ્ચ છે. બહુ ઓછા લોકોને જ આ સન્માન મળે છે. એવું પહેલીવાર થઈ રહ્યું છે કે ભારતીય પીએમ બીજી વખત યુએસ કોંગ્રેસને સંબોધિત કરશે. તેથી જ તેનું મહત્વ ઘણું છે

. પીએમ મોદી અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન અને ફર્સ્ટ લેડી જિલ બિડેનના આમંત્રણ પર અમેરિકાની સત્તાવાર સરકારી મુલાકાત લેશે. આ પ્રવાસ ન્યૂયોર્કથી શરૂ થશે. અહીં PM 21 જૂને સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કરશે. 22 જૂનના રોજ વ્હાઈટ હાઉસમાં વડાપ્રધાનનું ઔપચારિક સ્વાગત કરવામાં આવશે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી જો બાઈડન સાથે મુલાકાત કરશે.  24-25 જૂને વડાપ્રધાન ઈજીપ્ત જશે.

પીએમઓ અનુસાર, ન્યૂયોર્ક બાદ પીએમ મોદી વોશિંગ્ટન ડીસી જશે. અહીં 22 જૂને વ્હાઇટ હાઉસમાં તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવશે. આ પછી તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ સાથે મહત્વપૂર્ણ બેઠક કરશે. રાષ્ટ્રપતિ બિડેન અને જીલ બિડેન વડાપ્રધાનના સન્માનમાં સ્ટેટ ડિનરનું આયોજન કરશે. પીએમઓ અનુસાર, ન્યૂયોર્ક બાદ પીએમ મોદી વોશિંગ્ટન ડીસી જશે. અહીં 22 જૂને વ્હાઇટ હાઉસમાં તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવશે. આ પછી તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ સાથે મહત્વપૂર્ણ બેઠક કરશે. રાષ્ટ્રપતિ બિડેન અને જીલ બિડેન વડાપ્રધાનના સન્માનમાં સ્ટેટ ડિનરનું આયોજન કરશે.

.

વિદેશ મંત્રી59 મીટર ઊંચા હાઈવે અંગે પણ આપી પ્રતિક્રિયા

તેમણે 59 મીટર ઊંચા હાઈવે પર કહ્યું- ‘અમે વિકાસ તીર્થ યાત્રા કરી રહ્યા છીએ. 59 મીટર ઉંચો હાઈવે માત્ર બદરપુરના લોકો માટે જ નહીં પરંતુ સમગ્ર દિલ્હી માટે ફાયદાકારક સાબિત થવા જઈ રહ્યો છે. તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ દર્શાવે છે કે દેશ કેટલી ઝડપે વિકાસ કરી રહ્યો છે.

પીએમ મોદી અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન અને ફર્સ્ટ લેડી જિલ બિડેનના આમંત્રણ પર 21 થી 24 જૂન સુધી અમેરિકાની મુલાકાતે છે. વ્હાઈટ હાઉસ ખાતે ભારતના વડાપ્રધાનના આગમન પર અમેરિકી રાષ્ટ્રપતિ 21 તોપોની સલામી આપશે. આ પ્રકારનું સન્માન પીએમ મોદીને પ્રથમ વખત આપવામાં આવશે.

રશિયા-યુક્રેન યુદ્ધ અંગે મહત્વના સમાચાર