રાહુલ ગાંધીનું નિવેદન
ચીને લદ્દાખમાં જમીન છીનવી લીધીઃરાહુલ ગાંધી
રાહુલ ગાંધીના નિવેદન પર જ્યોતિરાદિત્ય સિંધિયાનો જવાબ
કોંગ્રેસે ચીનને હજારો કિલોમિટર જમીન આપીઃસિંધિયા
કોંગ્રેસ પહેલા પોતાની અંદર જુએઃસિંધિયા
જ્યોતિરાદિત્ય સિંધિયા, કેન્દ્રીય મંત્રી
રાહુલ ગાંધીના નિવેદન પર જ્યોતિરાદિત્ય સિંધિયાનો જવાબ સામે આવ્યો છે. ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મજયંતિ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પેંગોંગ તળાવના કિનારે પોતાના પિતાને શ્રદ્ધાંજલિ આપી. શ્રદ્ધાંજલિ આપ્યા બાદ તેમણે ચીન અંગે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે ચીને લદ્દાખની જમીન છીનવી લીધી એ ચિંતાનો વિષય છે.લદ્દાખના લોકોએ કહ્યું કે ચીની સેના અમારા વિસ્તારમાં ઘૂસી ગઈ અને ચારાની જમીન છીનવી લીધી. કોંગ્રેસ નેતાની આ ટિપ્પણી પર કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ પર નિશાન સાધતા કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, હિન્દી-ચીની ભાઈ-ભાઈનો નારા લગાવનાર અને ચીનને 45,000 ચોરસ કિલોમીટર જમીન આપનાર કોંગ્રેસે પહેલા પોતાની અંદર જોવું જોઈએ.
ચીન પર રાહુલ ગાંધીના નિવેદન પર મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું, “રાહુલ ગાંધીએ પોતે લદ્દાખની મુલાકાત લીધી હતી અને વસ્તુઓ જોઈ હતી અને કોંગ્રેસે ઘણી વખત કહ્યું છે કે ચીને અરુણાચલ પ્રદેશ અને લદ્દાખમાં અતિક્રમણ કર્યું છે. વડાપ્રધાન કહે છે કે ચીનને એક ઇંચ જમીન પણ આપવામાં આવશે નહીં., પરંતુ ચીને અમારી જમીન પર કબજો જમાવી લીધો છે.
કોંગ્રેસના નેતાઓએ રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી
કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી પણ પૂર્વ પીએમ રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા માટે વીરભૂમિ પહોંચ્યા હતા. તેમની સાથે પ્રિયંકા ગાંધી, રોબર્ટ વાડ્રા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. ખડગેએ આ પ્રસંગે કહ્યું કે રાજીવ ગાંધી ભારતના મહાન સપૂત હતા. તેઓ એવા નેતા હતા જેમણે લાખો ભારતીયોમાં આશા જગાવી હતી.
વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ
સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ