રાજસ્થાનના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનમાં વધારો

    0
    589

    દેશમાં ગરમીનો પારો ઉંચકાઈ રહ્યો છે.રાજસ્થાનમાં આકરી ગરમીનો પ્રકોપ શરૂ થયો છે. એપ્રિલના મધ્યમાં જ રાજસ્થાન સૂર્યના તાપથી સળગી રહ્યુ છે રાજસ્થાનના શ્રીગંગાનગરમાં શુક્રવારે તાપમાન 42 ડિગ્રીને પાર કરી ગયું હતું. શ્રીગંગાનગરમાં તાપમાન 42.1 ડિગ્રી નોંધાયું હતું. શુક્રવારે રાજસ્થાનમાં શ્રીગંગાનગર સૌથી ગરમ જિલ્લો રહ્યો હતો. તે જ સમયે, બિકાનેર, જેસલમેર અને બાંસવાડામાં પણ તાપમાન 41 ડિગ્રીને પાર કરી ગયું હતું. જેના કારણે બપોરના સમયે આ વિસ્તારોમાં રસ્તાઓ પર ઓછી અવરજવર જોવા મળી હતી અને લોકો પોતાના ઘરોમાં જ કેદ રહી ગયા હતા.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજસ્થાનના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. તાપમાનમાં વધારો થતાં મરુધારાના અનેક વિસ્તારો ગરમ બન્યા હતા. જેમાં પશ્ચિમ રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં મે અને જૂન જેવી ગરમીનો અનુભવ થયો હતો. શ્રીગંગાનગરમાં તાપમાન 42.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ સાથે બિકાનેરમાં 41.9, બાંસવાડામાં 41.5, જેસલમેરમાં 41.3, કોટામાં 41.0 અને બાડમેરમાં 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર લગભગ તમામ વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતા 2 થી 3 ડિગ્રી વધુ રહ્યું છે.