મોટી ફિલ્મના કારણે ઇન્ડસ્ટ્રીને વધુ નુકસાન થાય છે : સિદ્દીકી

0
565

૯૭ ટકા ફિલ્મ ફ્લોપ રહી છે, જે ઇન્ડસ્ટ્રીને નીચે લાવી રહી છે : સિદ્દીકી

બોલિવુડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ ફ્લોપ ફિલ્મો અંગે મોટું નિવેદન આપ્યું છે. સિદ્દીકીએ કહ્યું છે કે, “મોટી ફિલ્મના કારણે ઈન્ડસ્ટ્રીને સૌથી વધુ નુકસાન થાય છે. હાલમાં બોક્સ ઓફીસ પર ફિલ્મ સારી કમાણી કરે તેવું ખૂબ ઓછું બને છે. મોટાભાગની ત્રણ ફિલ્મ સિવાય ૯૭ ટકા ફિલ્મ ફ્લોપ રહી છે, જે મોટી ફિલ્મો છે. ખરેખરમાં આ ફ્લોપ ફિલ્મો જ ઇન્ડસ્ટ્રીને નીચે લાવી રહી છે અને બરબાદ કરી રહી છે. આ ફિલ્મોમાં કોઈ વાર્તા કે અભિનય નથી. તેની પાસે માત્ર પાંચ ગીતો છે, જે કોરિયોગ્રાફરે ડિઝાઈન કર્યા છે અને એક્શન હોય તો એક્શન ડિઝાઈનરે કર્યું છે. આમાં દિગ્દર્શક શું કરી રહ્યા છે? એમાં અભિનેતા શું કરી રહ્યો છે?”