મુંબઈમાં આતંકવાદી હુમલાની ધમકી બાદ હડકંપ
મુંબઈ પોલીસે કોલરની કરી ધરપકડ
પોલીસે 25 વર્ષીય યુવકને કસ્ટડીમાં લીધો
મુંબઈ પોલીસ ને ધમકી ભર્યા ફોન આવવાનો સિલસિલો યથાવત છે. મુંબઈમાં ધમકીભર્યા કોલ ચાલુ છે. થોડા દિવસ પહેલા પીએમ મોદીને મારી નાખવાની ધમકી મળી હતી.ત્યારે હવે મુંબઈની લોકલ ટ્રેનોમાં શ્રેણીબદ્ધ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી છે. મુંબઈ પોલીસના કંટ્રોલ રૂમમાં કોલ આવ્યા બાદ પોલીસ સતર્ક થઈ ગઈ અને 25 વર્ષીય યુવકને કસ્ટડીમાં લીધો. પોલીસે કહ્યું કે એવી શંકા છે કે વ્યક્તિએ નશાની હાલતમાં ફોન કર્યો હતો.પોલીસે આરોપીને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે. ફોન કરનારે માહિતી આપી છે કે મુંબઈમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થવાના છે. ફોન કરનારે દાવો કર્યો છે કે મુંબઈ લોકલ ટ્રેનમાં બોમ્બ બ્લાસ્ટ થવાના છે. અહીં બોમ્બ રાખવામાં આવ્યા છે. કોલ ઉપાડનાર પોલીસકર્મીએ તેની પાસેથી વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે વધુ માહિતી આપવાનો ઇનકાર કર્યો.
એ વ્યક્તિએ પોતે પોતાનું સરનામું જણાવ્યું
જ્યારે પોલીસે ફોન કરનારને પૂછ્યું કે બોમ્બ કઈ ટ્રેનમાં મૂકવામાં આવ્યો હતો, તો તેણે જવાબ આપ્યો ન હતો. તે જુહુના વિલેપાર્લે વિસ્તારમાંથી ફોન કરી રહ્યો હોવાનું કહીને સામેથી ફોન કટ થઈ ગયો હતો. પોલીસે તેની પુષ્ટિ કરવા માટે ફોનનું લોકેશન ટ્રેસ કર્યું હતું. તેણે જુહુથી ફોન કર્યો.
પોલીસ સ્ટેશનોને એલર્ટ કર્યા
ફોન કરનારે થોડા સમય બાદ તેનો મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો હતો. ઘટનાની ગંભીરતાને જોતા સંબંધિત પોલીસ સ્ટેશનોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તેઓએ વ્યક્તિના મોબાઈલ ફોન નંબરને ટ્રેસ કર્યો અને અન્ય તકનીકી પુરાવાઓની મદદથી, વ્યક્તિને જુહુ વિસ્તારમાંથી પકડવામાં આવ્યો જ્યાંથી તેણે કથિત રીતે ધમકીભર્યો કોલ કર્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ વ્યક્તિ બિહારથી આવ્યો હતો
જુહુ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તે વ્યક્તિ બિહારથી આવ્યો હતો અને છેલ્લા 10 દિવસથી મુંબઈમાં હતો. પોલીસે જણાવ્યું કે, કોલ કરવા માટે વપરાયેલ મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો છે. આ વ્યક્તિ દારૂ પીવાની ટેવ ધરાવતો હોવાનું પ્રાથમિક માહિતીમાં બહાર આવ્યું છે. તેણે નશાની હાલતમાં ફોન કર્યો હોવાની આશંકા છે. અધિકારીએ કહ્યું કે અમે તેના વિશે વધુ માહિતી એકત્રિત કરી રહ્યા છીએ.
વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ
સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ