દેશમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની કામગીરી માર્ચ મહિના દરમિયાન વધુ રહી છે જે ગત ત્રણ મહિનાની ઉંચી સપાટી પર પહોંચી ગયો છે… માસિક સર્વેક્ષણમાં જાહેર કરાયેલ આંકડા અનુસાર એસએન્ડપી ગ્લોબલ ભારત મેન્યુફેક્ચરિંગ પરચેઝ મેનેજર્સ ઇન્ડેક્સ માર્ચ મહિનામાં વધીને 56.4 પર પહોંચી ગયો હતો. આ અગાઉ ફેબ્રુઆરીમાં તે 55.3 પર હતો. જે 2023માં અત્યાર સુધીનો સૌથી મજબૂત સુધારો દર્શાવે છે. પીએમઆઈમાં આંકડો 50ની ઉપર રહે તો તે વ્યવસાયમાં વિસ્તાર દર્શાવે છે જ્યારે 50થી નીચેનો આંક વ્યવસાયમાં ઘટાડો દર્શાવે છે. માર્ચમાં ભારતીય સામાનોની બિલ્ટ-ઇન માંગ મજબૂત રહી હતી. ઉત્પાદનમાં સતત વિસ્તાર થઈ રહ્યો છે.સર્વે અનુસાર ખર્ચ સંબંધિત ફુગાવો માર્ચ મહિનામાં અઢી વર્ષના પોતાના બીજા સૌથી નીચા સ્તર પર આવી ગયો હતો અને તેના પરિણામે સપ્લાઈ ચેઇન પર દબાણમાં ઘટાડો તથા કાચા માલસામાનની ઉપલબ્ધીમાં વધારો થયો છે.