ભીલડી પાસે રેલવેના કપચી ભરેલા બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા

0
333

રેલવેના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા

બનાસકાંઠામાં ડીસાના ભીલડી પાસે આજે વહેલી સવારે રેલવેના બે ડબ્બા પટરી પરથી ઉતરી ગયા હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે રેલવેના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને રાહત કામગીરી શરૂ કરી હતી ભીલડી થી રાજસ્થાનના રાણીવાડા તરફ કપચી ભરેલી રેલવે પસાર થઈ રહી હતી. તે સમયે અચાનક કપચી ભરેલા રેલવેના બે ડબ્બા પટરી પરથી નીચે ઉતરી ગયા હતા. ઘટનાને પગલે દોડધામ મચી ગઈ હતી આ બનાવની જાણ થતા જ રેલવેના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને રાહત કામગીરી શરૂ કરી હતી.