બેટરી સ્વેપિંગ શહેરનું જીવન સરળ અને સ્વચ્છ બનાવે છે, શું ભારતમાં આ ટેકનોલોજી ક્યારે આવશે?

0
63
બેટરી સ્વેપિંગ

બેટરી સ્વેપિંગ શહેરનું જીવન સરળ અને સ્વચ્છ બનાવે છે, શું ભારતમાં આ ટેકનોલોજી ક્યારે આવશે?

બેટરી સ્વેપિંગ
બેટરી સ્વેપિંગ

ભારત વસ્તીની સાથે સાથે પ્રદુષણમાં પણ આગળ પડતો છે. ભારત એક પોલ્યુટેડ દેશ છે. હાલમાં ભારત માં 946,028,641 લોકો ઝેરી હવા કે જે WHO ના શુધ્ધ હવા માર્ગદર્શિકા પૂરી કરતું નથી તેવી હવા માં શ્વાસ લે છે. ભારતનો સૌથી ખરાબ હવા પ્રદુષણ ધરાવતો જીલ્લો પંજાબમાં ફરીદકોટ છે. હવા પ્રદુષણને કન્ટ્રોલ કરવા ઇલેક્ટ્રિક વાહનો જ્યાં સૌથી વધુ મહત્વ ધરાવે છે ત્યાં તેમની સીધી અને તાત્કાલિક અસર થઈ શકે છે: જ્યાં વાયુ પ્રદૂષણ સૌથી વધુ છે ત્યાં 2030 સુધીમાં વિશ્વની 60% થી વધુ વસ્તી શહેરી વિસ્તારમાં રહેવાની ધારણા છે, શહેરો રહેવાસીઓના આવનારા ધસારાને, તેમની ગતિશીલતાની જરૂરિયાતોને અને શહેરની ઊર્જા જરૂરિયાતોને કેવી રીતે સંભાળવી તે અંગે સંઘર્ષ કરી રહ્યા છે.

આ ટેકનોલોજી હાલ તાઇવાનમાં ગોગોરો કંપની મોટા તબ્બકે ચલાવી રહી છે અને બીજા ઘણી કંપનીઓ સાથે બીજા દેશોમાં પણ આવી ટેકનોલોજી સ્ટેશન આવે તેવી તૈયારીઓ ચાલી રહી છે. ગોગોરોએ તાજેતરમાં ભારત સ્થિત ફૂડ ડિલિવરી ફર્મ Zomato સાથે ઈલેક્ટ્રિક વ્હીકલ અપનાવવા પાછળના ડ્રાઈવરોમાં વધારો કરવા માટે સહયોગ કર્યો છે.

બેટરી સ્વેપિંગ ભારત માટે આ એક સારો અને સ્માર્ટ વિકલ્પ હોઈ શકે છે. ભારતમાં ઇલેક્ટ્રિક વેહિકલ હવે મહત્વ આપવામાં આવી રહ્યું છે તો ભવિષ્યમાં આ સ્માર્ટ પ્લેટફોર્મ ને પણ અપનાવામાં આવશે તેવી આશા છે. સ્વેપિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને, બેટરીને વાહનથી અલગ કરી શકાય છે અને માલિક પાસે તેની માલિકી હોવી જરૂરી નથી. તેના બદલે, તે ઊર્જા સંચાલકો પાસે હોઈ શકે છે. આ સંચાલકો ખાલી થયેલી બેટરીના બદલામાં ચાર્જ કરેલી બેટરી સેવા તરીકે ઓફર કરશે. સંચાલકો બેટરી ખરીદશે, તેને ચાર્જ કરશે અને અનુકૂળ બેટરી સ્વેપિંગ સ્ટેશનો પર EV માલિકોને ભાડે આપશે.

બેટરી સ્વેપિંગ
બેટરી સ્વેપિંગ

બેટરી સ્વેપિંગ ના ફાયદા

  • આ સ્ટેશન ૨૪/૭ ખુલ્લા રહી શકે છે
  • જે લોકો ને ૨-૨ બેટરી રાખવી પડે છે તેવા લોકો માટે સરળ છે
  • જે લોકો ના વેહિકલ અચાનક બંધ થવા પર છે
  • જે લોકોની ભાગદોડ ભર્યા જીવન માં બેટરી ચાર્જ કરવાનો પણ સમય નથી ને ઉઠીને સીધું કામ પર જવાનું છે
  • વેહિકલ રિચાર્જ કરવાને બદલે ડિસ્ચાર્જ થયેલ બેટરી ને પૂરે પૂરી ચાર્જ થયેલ સાથે ઝડપથી બદલી શકાય
  • આ પ્રક્રિયા ગ્રીડમાં ઉર્જા વપરાશ અને ઉત્પાદનને સમાયોજિત કરીને પાવરને ઑપ્ટિમાઇઝ અને મોનિટર કરવામાં મદદ કરે છે
  • ધીમા ચાર્જિંગમાં સંપૂર્ણ ચાર્જ થયેલા વાહન માટે અનુક્રમે 2-6 કલાકનો સમય લાગી શકે છે અને બેટરી બદલામાં ખાલી ૨ મિનીટ જ લાગે છે
  • વર્ષોથી EV બેટરીઓની રેન્જ ઓછી થતી જાય છે. પરંતુ સ્વેપ સિસ્ટમ સાથે, વપરાશકર્તાઓ વીજળી અને બેટરીનો ઉપયોગ થાય છે તેમ તેમ તેના માટે ચૂકવણી કરે છે. તેનો અર્થ એ થઈ શકે છે કે બેટરીમાં સુધારો થતાં વાહનનો પ્રારંભિક ખર્ચ ઓછો થાય છે અને ડ્રાઇવિંગ રેન્જમાં વધારો થાય છે.

OFFBEAT 334 | facts | VR LIVE

ભારત-ફ્રાંસ વચ્ચે 26 રાફેલ-એમ લડાકૂ વિમાનની ડિલ

Omar Abdullah :માફી માંગવા શબ્દો નથી