પોલેન્ડમાં ભારતની 95 વર્ષની દાદીમાનો દબદબો

0
575

વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં જીત્યા ત્રણ ગોલ્ડ મેડલ

ભારતની 95 વર્ષની દાદીમાંએ આખી દુનિયાને ચોંકાવી દીધી છે.દિલ્હીના નજફગઢ વિસ્તારની રહેવાસી 95 વર્ષની ભગવાનની દેવીએ પોલેન્ડમાં આયોજિત વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023માં ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા છે.  મેડલ જીતીને ભગવાનની દેવી ભારત પહોંચી ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.95 વર્ષીય ભગવાની દેવીએ 60 મીટરની દોડ, શોટ પુટ અને ડિસ્કસ થ્રોમાં આ સિદ્ધિ મેળવી હતી. આ ત્રણેય સ્પર્ધાઓમાં ભગવાનની દેવી સાથે કોઈ સ્પર્ધા કરી શક્યું ન હતું