યુપીમાં નોધાવાઇ ફરિયાદ
રાજુ પાલ હત્યા કેસના સાક્ષી ઉમેશ પાલના અપહરણ કેસમાં માફિયા અતીક અહેમદને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. અતીકને સજા થયા બાદ તેના સમર્થક મોહમ્મદ નફીસે ફેસબુક પોસ્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપશબ્દો લખ્યા હતા. આના પર ભાજપના જિલ્લા મંત્રી કમલેશ પાલે બહરિયા પોલીસ સ્ટેશન હેઠળના સિલોખારા ગામના રહેવાસી નફીસ વિરુદ્ધ FIR નોંધાવી છે. આ પછી પોલીસ તેના ઘરે ગઈ, પરંતુ નફીસ ફરાર છે.તમને જણાવી દઇએ કે નફીસે પીએમ મોદી વિરુદ્ધ અપશબ્દો લખ્યા હતા. આ પછી ભાજપના જિલ્લા મંત્રી કમલેશ પાલે આ પોસ્ટના આધારે નફીસ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. જણાવી દઈએ કે કોર્ટે માફિયા અતીક અહેમદને ઘણા ગંભીર મામલામાં આજીવન કેદની સજા સંભળાવી છે. સજા બાદ અતીકને ફરીથી સાબરમતી જેલમાં લઈ જવામાં આવ્યો છે. જયારે, ઘણા લોકો અતીકના સમર્થનમાં ફેસબુક પોસ્ટ લખી રહ્યા છે. પોલીસ હાલ ફરાર આરોપી નફીસને શોધી રહી છે.
[/et_pb_text][/et_pb_column] [/et_pb_row] [/et_pb_section]