વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનક સાથે ફોન પર વાત કરી હતી. પીએમ મોદીએ પોતાની વાતચીતમાં બ્રિટનમાં રાજદ્વારી પરિસરની સુરક્ષાનો મુદ્દો ઉઠાવીને ભારત વિરોધી તત્વો સામે કડક કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું. પીએમ મોદીએ સુનક સાથે વેપાર અને આર્થિક ક્ષેત્રે ભાગીદારી અંગે ચર્ચા થઈ હતી. વડા પ્રધાન મોદીએ સુનકની સામે આર્થિક અપરાધીઓને ભારત છોડીને ભાગી જવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, ભારતમાં લોકો સરકારી ખજાનાને લૂંટીને બ્રિટનમાં છુપાઈ જાય છે. મોદીએ સુનકને આવા ગુનેગારોને વહેલી તકે પ્રત્યાર્પણ કરવા જણાવ્યું હતું જેથી તેમને ભારતીય કાયદા હેઠળ સજા થઈ શકે.